♥ પંચમ શુક્લ
આ કાગઝી તમાશાને કોઈ કાળી ટીલી કરો,
જો ટીલી થઈ શકે ના તો આંખ થોડી નીલી કરો.
છો ચોતરફ દલાલી અને ચોતરફ ગુલાલી ઉડે,
જો થઈ શકે તો યત્ન કરી જાતને અબીલી કરો.
૧૫/૯/૨૦૧૧
♥ પંચમ શુક્લ
આ કાગઝી તમાશાને કોઈ કાળી ટીલી કરો,
જો ટીલી થઈ શકે ના તો આંખ થોડી નીલી કરો.
છો ચોતરફ દલાલી અને ચોતરફ ગુલાલી ઉડે,
જો થઈ શકે તો યત્ન કરી જાતને અબીલી કરો.
૧૫/૯/૨૦૧૧
| સુરેશ on ટૂંકો પડે છે આજ ઢોલિયો! | |
| Kirtikant Purohit on ઓ રુદિયા મારા વીસરી જાજે … | |
| saksharthakkar on ઓ રુદિયા મારા વીસરી જાજે … | |
| manvant on ગોચરી | |
| manvant on ટૂંકો પડે છે આજ ઢોલિયો! | |
| Tejas Shah on ઓ રુદિયા મારા વીસરી જાજે … | |
| Tejas Shah on ઓ રુદિયા મારા વીસરી જાજે … | |
| Tejas Shah on ઓ રુદિયા મારા વીસરી જાજે … | |
| vijay joshi on ઓ રુદિયા મારા વીસરી જાજે … | |
| kishoremodi on ઓ રુદિયા મારા વીસરી જાજે … | |
| Dipak Dholakia on ઓ રુદિયા મારા વીસરી જાજે … | |
| અશોક જાની 'આનંદ' on ઓ રુદિયા મારા વીસરી જાજે … | |
| ઘનશ્યામ ઠક્કર on ઓ રુદિયા મારા વીસરી જાજે … | |
| sudhir patel on ઓ રુદિયા મારા વીસરી જાજે … | |
| dhavalrajgeera on ઓ રુદિયા મારા વીસરી જાજે … |
23 Comments
જાતને અબીલી કરવાની આ વાત ગમી પંચમભાઈ .
મુક્તક ખૂબ ગમ્યું
જો થઈ શકે તો યત્ન કરી જાતને અબીલી કરો.
ખુબ સુંદર દર્શન
જાતે જગાડ દૃષ્ટિમાં હેમંત દિવ્યતા
વર્ણન આ યુદ્ધનું કોઈ સંજય નહીં કરે
અને
ગાંધીજીનાં પ્રિય ભજનની આ પંક્તી યાદ આવી
નથી રામ વિભુતી ચોળ્યે નથી ઉંધે શીશ ઘોળ્યે
નથી નાર ત્યજી વન સંચરતા મળે ન આત્મ ખોળ્યે…
જાતને અબીલી કરો.
Very nice thought and fine Muktak.
ગમે તેને હશે પણ આહવાન અને સુધરવાનો અબીલી ઇશારો મજબુત છે.
સુંદર.. મુક્તક.
પંચમભાઈ આપ હમેસા મારા માર્ગદર્શક રહ્યા છો …. જાતને અબીલી કરવાની વાત ગમી…
nice one. Liked the second one the most.
આદરણીય શ્રી પંચમભાઈ,
આ અબીલી કરવાની રીત ગમી. ને માણવાની મઝા આવી.
બધા મિત્રોની સાથે હું પણ સંમતિ વ્યક્ત કરૂં છું પંચમભાઇ…સરસ વાત લાવ્યા છો મુક્તકમાં.
-ગમ્યું.
આગળ મિત્રોએ જે પ્રતિભાવ આપ્યો છે એનાથી આગળ મારે કહેવાનું કશું રહેતું જ નથી. અદ્ભુત.
સુંદર.. મુક્તક.
આદરણીય શ્રી પંચમભાઈ,
આ અબીલી કરવાની રીત ગમી. ને માણવાની મઝા આવી.
Ramesh Patel(Aakashdeep)
સરસ મુકતક..અબીલી કરવાની વાત ગમી ગઈ…
સપના
સુંદર મુક્તક!
સુધીર પટેલ.
બહુ સરસ મુક્તક પંચમભાઇ… જાતને અબીલી કરવાની વાત હજારો નિરાશામાં એક આશા શોધવાનો ઇશારો છે.. ઉપરની ત્રણ પંક્તિમાં ચારે તરફની નિરાશા દર્શાવી છે પણ ત્રીજી પંક્તિ અર્ધી જ.. પછી તો ગુલાલીની વાત છે… ત્યાં પણ કોઇ ‘કાળી ટીલી’ કે ‘દલાલી’ હોત તો છેલ્લી પંક્તિનો ગુલાલ વધુ ઝળહળી ઉઠત ? કદાચ, મારી કાચી સમજ પ્રમાણે….
લતા
સુંદર મુક્તક.
ચોતરફ઼ ગુલાલી હોય તો જાત અબીલી થાય કે છબિલી, શો ફ઼રક પડે?
વાહ પંચમભાઈ,
આ કાગઝી તમાશાને કોઈ કાળી ટીલી કરો…
તમારી કલમને પ્રભુ બૂરી નજરથી બચાવે..
જો થઈ શકે તો યત્ન કરી જાતને અબીલી કરો.
હંમેશની જેમ મજાની વાત લઈ આવ્યા.
જમાનો એવો છે કે બધા ગળાડૂબ છે જાતને છબિલી બનાવવાનાં યત્નમાં, ત્યારે આપણે અબિલી કરે.
જાતને અબીલી કરવાની વાત કોને ન ગમે ? પંચમભાઇ, નજરની કાળાશમાંથી ધીરે ધીરે નીલા અને ગુલાબી રંગ પર લઇ જઇ છેલ્લે તો આખી જાતને અબીલી રાખવાની એક નવા જ રંગની વાત ખુબ ખુબીથી લઇ આવ્યાં ! સુંદર આશાવાદી મુક્તક…
માનનીય શ્રી પંચમ ભાઈ
અર્થસભર મુક્તક છે. જાત ને અબીલી કરવાની વાત મજાની છે અને અત્યંત જરૂરી પણ. આપે સૌથી શ્રેષ્ટ માર્ગ સૂચવ્યો છે .ધન્યવાદ.
બકુલ શાહ
મને છંદોવિધાન બરાબર સમજાયું નહીં… સમજાવશો, મિત્ર?
વિવેકભાઈ
આમ તો કોઈ છંદને ધ્યાનમાં રાખીને લખાયું નથી. જે લય આવ્યો એ મુજબની મુક્ત રચના જ છે.
આમ છતા ..આ રીતે કદાચ વિન્યાસ કરી શકાય …. ભૂલચૂલ તરફ ધ્યાન દોરજો.
ગા ગાલગા લગાગાગા/(લગાલલગા) ગાલગા લગાગાગા/(લગાલલગા)
કાગઝી તમાશાને બુરી નજરથી બચાવવા કાળી ટીલી અથવા આંખને નીલી કરવાની સાથે દલાલી અને ગુલાલીના વિરૂધ્ધ વાયબ્રેશન વચ્ચે શાંતીના સફેદ રંગથી જાતને રંગતુ આ મુક્તક હ્રદયને સ્પર્શી ગયુ.