ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના સાથ સહકારમાં યોજે છે: “કાવ્યસંગીત” અતિથિ સ્વરકાર અને સંગીતકાર સુભાષભાઈ દેસાઈ સાથે એક બપોર સુભાષ દેસાઈ (૦૮ ઑક્ટોબર, ૧૯૪૬) શનિવાર, ૧ ઑક્ટોબર ૨૦૧૧, ઠીક બપોરે ૨.૦૦ થી ૪.૩૦ કલાક વિલ્સડન ગ્રીન લાઈબ્રેરી (Willesden Green Library) 95 High Road, Willesden, London NW10 2SF Tel: 020 8937 3400 સૌ સુહૃદોને આમંત્રણ […]
માસિક દફતરખાનું: September 2011
મુક્તક
September 15, 2011 – 9:19 am
♥ પંચમ શુક્લ આ કાગઝી તમાશાને કોઈ કાળી ટીલી કરો, જો ટીલી થઈ શકે ના તો આંખ થોડી નીલી કરો. છો ચોતરફ દલાલી અને ચોતરફ ગુલાલી ઉડે, જો થઈ શકે તો યત્ન કરી જાતને અબીલી કરો. ૧૫/૯/૨૦૧૧
એ આવતો રહે
September 1, 2011 – 12:00 am
♥ પંચમ શુક્લ એ તો સમય છે, સહુની કને આવતો રહે, ઇજન વિના, મને-કમને, આવતો રહે. તું વાપરે એને કે પછી વેડફે એને , એ એકધારો રાત-દને આવતો રહે. ભરતી થઈ આવે, વળી એ ઓટ થઈ આવે, દરિયાની ચડ-ઉતરના પને આવતો રહે. અંધારનો પલાણી અશ્વ, રાત ચીરતો , પરોઢને ઉજાસ, સપને આવતો રહે. એ શ્વાસના […]
