માસિક દફતરખાનું: August 2011

કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા ! અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. ***  ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે) હેરો લાઈબ્રેરી સર્વિસીસના સક્રિય સાથ સહકારમાં યોજે છે: “ઓરાં આવો તો વાત કરીએ  ” પ્રથમ પંક્તિના કવિ, નિબંધકાર અને આધુનિક ગુજરાતી ગીતના પ્રવર્તક કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ અનિલ જોશી (28 જુલાઈ, 1940) શનિવાર, 27 ઑગસ્ટ […]

‘અક્ષર’, અક્ષરદેહ ધરે તો સારુ!

♥ પંચમ શુક્લ ‘સ’ ને ‘હ’ ને ‘ઝ’ની વચ્ચે રોજ રિબાતા ધ્વનિસ્ફોટ કોઈ મુક્ત કરે તો સારુ, નાદ અનાદિ આખર અક્ષરદેહ ધરે તો સારુ! દલિત પ્રતાડન દલિત લિપિમાં; ગલિત ગુબારા ગલિત લિપિમાં; પલિત ચાંપણી પલિત લિપિમાં; ચલિત ચર્વણા ચલિત લિપિમાં; હૃસ્વ-દીર્ઘની ઝંઝા-ઊંઝા રૉબોટ લિપિમાં; બળખા જેવી ચીકટ છાપણી વચ્ચે રૂડી પ્રાદેશિક આ બોલીઓ, આ બાબત […]