ટપકી-ટપકીને છાજે!

♥ પંચમ શુક્લ

રડે દીકરો, ત્યાં ગળે ડૂમો બાઝે,
હૃદય બાપનું કંઠે આવી બિરાજે.

રહે સહેજ છાનાં જરા બેય ત્યાં તો,
ત્રૂટે હીબકાંઓ દ્વિગુણા અવાજે.

થયું શું, થશે શું, હવે શું કરીશું?
અકળ વેદના ચિત્ત મૂંગી કરાંજે.

લઈ ગોદમાં વ્હાલથી ભીંજવે જ્યાં,
અહમ્ બાપનો ટપકી-ટપકીને છાજે!

૧૦/૬/૨૦૦૯

Dedicated to: All first-time fathers’  first ‘babysitting‘ !

17 Comments

  1. himanshupatel555
    Posted October 15, 2009 at 1:27 am | Permalink

    તમારી ગઝલથી કવિ સુંદરમની બાને લઈ ફોટો પડાવા જતાં ( જો મથાળું સાચું હોય તો.)
    કવિતાનૂં સ્મરણ થયું, એક તરફ મા અને બીજે બાપ–આ બ્ન્નેમાંથી હમેશા કુણી કવિતાજ
    મળે છે, જેમ તમારી છે…સરસ
    હેપ્પી દિવાળી અને સાલમુબારક.

    • Posted November 7, 2009 at 10:21 am | Permalink

      yees,

      it’s very nice poem by Sundaram.

  2. Posted October 15, 2009 at 8:42 am | Permalink

    પિતા-પુત્ર વચ્ચેની લાગણીઓનાં તરંગોનાં આદોલનોને સચોટ રીતે રજૂ કરતો ભાવ.

  3. Posted October 15, 2009 at 3:35 pm | Permalink

    પંચમભાઈ…તમને તેમજ તમારા પરિવારને દિવાળીની શુભેછાઓ. પિતાના પૂત્ર પ્રત્યેના વ્હાલ વિષે કાવ્યો ઓછાં લખાયાં છે. તમે સારો ન્યાય આપ્યો છે. ખૂબ સુંદર અભિવ્યકતિ. વર્ષ દરમ્યાન તમે વિવિધ રચનાઓ દ્વારા આનંદ આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

  4. Posted October 16, 2009 at 12:45 pm | Permalink

    સુંદર મુસલસલ રચના… વેદના અને લાગણી સહિયારી ગતિ કરે છે… એ બેનું ભેગું નામ જ શું પ્રેમ હશે?

  5. sudhir patel
    Posted October 18, 2009 at 1:40 am | Permalink

    Very nice gazal with unique subject and well depicted!
    Wish you all Happy Diwali & Prosperous New Year!!
    Sudhir Patel.

  6. Posted October 18, 2009 at 12:52 pm | Permalink

    લઈ ગોદમાં વ્હાલથી ભીંજવે જ્યાં,
    અહમ્ બાપનો ટપકી-ટપકીને છાજે!….
    Oh! So nicely said about the Father-Son Love….Enjoyed reading it on this Diwali Day.
    Happy Diwali & Happy New Year to you, your Family & ALL the Visitors to this Blog>>>>CHANDRAVADAN
    http://www.chandrapukar.wordpress.com

  7. Posted October 19, 2009 at 2:47 am | Permalink

    પિતા-પુત્ર વચ્ચેના અનોખા વાત્સલ્યની અનોખી રજુઆત. બહુ સુંદર.

    લઈ ગોદમાં વ્હાલથી ભીંજવે જ્યાં,(પિતા)
    અરે ગોદને મૂત્રથી ભીંજવે ત્યાં.(પુત્ર)

    Fun part of babysitting. But now this fun is no longer there thanks to diapers.

  8. Posted October 19, 2009 at 11:07 am | Permalink

    બહું સુંદર ચિત્રણ બાપદિકરા વિષે આજકાલ ક્યાં આવું કાવ્યમાં જોવા મળે ?
    થયું શું, થશે શું, હવે શું કરીશું?
    અકળ વેદના ચિત્ત મૂંગી કરાંજે

  9. devikadhruva
    Posted October 19, 2009 at 11:31 am | Permalink

    પિતૃવાત્સલ્યની સુંદર રજૂઆત.

  10. vishveshavashia
    Posted October 21, 2009 at 9:29 am | Permalink

    I can relate to every line! who else can pee over us and still make us smile! :-)

    -Vishvesh
    http://vishvesh77.wordpress.com/

  11. Posted October 22, 2009 at 8:20 pm | Permalink

    રહે સહેજ છાનાં જરા બેય ત્યાં તો,
    ત્રૂટે હીબકાંઓ દ્વિગુણા અવાજે.

    પંચમદા,

    શબ્બીરને પ્રથમવાર ડે કેરમાં મૂકેલો ત્યારે..મારી આ હાલત હતી..
    હું ડે કેરમામ ફોન કરુ, હું અહીયા રડું અને શબ્બીર્નો જોરથી રડવાનો અવાજ મને સંભળાઈ.ખરેખર હ્રદય્સ્પર્શી ભાવનમય રચના…
    સપના

  12. Ramesh Patel
    Posted October 24, 2009 at 3:34 am | Permalink

    સંતાન પ્રેમની ઊર્મીઓ રેશમની દોરી વડે શ્રી પંચમભાઈએ ગૂંથી છે.પુત્રનાં આંખના અશ્રુને પિતાના હ્ર્દય ભાવથી

    ઝીલવામાં આપ મૂઠી ઉંચેરા સાબીત થયાછો.ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  13. D.A.Shukla
    Posted October 27, 2009 at 6:54 pm | Permalink

    I remember my past moments when you 2 brothers were kids.

  14. Posted October 27, 2009 at 7:00 pm | Permalink

    Very nice poem.
    वज्रादपि कठोराणि मृदुनि कुसुमादपि

    પિતા ભલે વજ્રથી પણ કઠોર દેખાતા હોય પણ આંતરિક રીતે પુષ્પથી પણ કોમળ હોય છે. પિતાની પુત્ર માટેની લાગણી ખૂબ સુંદર રીતે રજુ કરી છે. આવા કાવ્યો આજકાલ લખાય છે જ ક્યાં???

    Dhruv is veru lucky to get you as Father

  15. pragnaju
    Posted November 1, 2009 at 12:40 pm | Permalink

    પંડિત પુત્ર શત્રુ સમાન જેવી ચાણ્યકની
    કહેવતો સામે આવું લાગણીપ્રધાન કાવ્ય…
    લઈ ગોદમાં વ્હાલથી ભીંજવે જ્યાં,
    અહમ્ બાપનો ટપકી-ટપકીને છાજે!
    – સંઘર્ષ કરવાની પ્રેરણા આપે છે.

  16. Posted November 7, 2009 at 10:25 am | Permalink

    hmmm… !
    keep it up…
    now u can understand our situation.


Post a Comment

Your email is never published nor shared. Required fields are marked *
*
*