♥ પંચમ શુક્લ
સમયનો સકંજો અને હું અને તું!
લડે પંજે પંજો અને હું અને તું!
ક્ષણેક્ષણની કીડી, ક્ષણેક્ષણના ચટકા,
ડઝન બે સિરીંજો અને હું અને તું!
૧૫/૯/૨૦૦૯
♥ પંચમ શુક્લ
સમયનો સકંજો અને હું અને તું!
લડે પંજે પંજો અને હું અને તું!
ક્ષણેક્ષણની કીડી, ક્ષણેક્ષણના ચટકા,
ડઝન બે સિરીંજો અને હું અને તું!
૧૫/૯/૨૦૦૯
15 Comments
સરસ છે.
આશા છે કે તમે ૧૫/૦૯ એ દર્દી નો’તા બન્યા.
Hope all is well. However, great imagination.
All OK. Based on past experience.
સુંદર મુક્તક, મને તો ઘડીભર ગાંઘી યાદ આવી ગયા…
આજના દીવસે જ ગાંધિ સાંભરે
ક્યાંક સેવારત હશે બિમારમાં
પણ દર્દીની દર્દની સરસ અભિવ્યક્તિ…મજા આવી ગઈ.
દર્દી અને ઘડિયાળ
સમયનો સકંજો અને હું અને તું!
લડે પંજે પંજો અને હું અને તું!
આતો અમારો અનુભવ
આવા દર્દી પણ હોય
ડોકટર: તમારી નાડી તો ઘડિયાળ જેવી જ સ્થિર અને ધીમી લાગે છે.
દર્દી: સાહેબ, તમે તમારો હાથ મારી નાડી પર નહિ, પણ મારી ઘડિયાળ પર મૂકયો
ક્ષણેક્ષણની કીડી, ક્ષણેક્ષણના ચટકા,
ડઝન બે સિરીંજો અને હું અને તું!
હું અને તું!
દર્દી અને ડોકટર
એક ડૉક્ટર દર્દીઓની દવા કરે છે પૈસા કમાવા માટે, બીજો નામના મેળવવા માટે, ત્રીજો સેવા કરવા માટે. કામ તો એનું એ જ – દુનિયાની દષ્ટિએ; પણ ભગવાનના દરબારમાં એના જુદા જુદા હિસાબ નોંધાય છે, અને એનું વળતર પણ જુદાં જુદાં ચલણમાં અપાય છે – સોનામાં, રૂપામાં કે ત્રાંબામાં. અને સોનાનો એક કણ ત્રાંબાના ઢગલા કરતાં કીમતી છે એ દુનિયા પણ કબૂલ કરે છે. ઉત્તમ પરિણામ તો ત્યારે આવે કે જ્યારે ઢગલો થાય અને તે સોનાનો થાય. અને આપણાં રોજનાં કાર્યોનો ઢગલો સોનાનો બનાવવાની જડીબુટ્ટી આપણા હૃદયમાં જ છે. કામ એનાં એ જ, પણ એની પાછળની ભાવના જુદી જુદી. દ્રવ્યના અણુપરમાણુઓ એના એ જ, પણ તેને એકબીજાની આસપાસ ફરતા મૂકનાર શક્તિ જુદી જુદી. તીર ઊંચે ઊડે એ માટે આંખથી અને દિલથી ઊંચું નિશાન આંબવું જોઈએ.
nice,
syringes- word well used.
સુંદર રચના..
બધા દર્દની દવા સમય હોય છે પણ દર્દ સાથે સમય પસાર કરવો કઠે છે. પંચમભાઈ સુંદર મુક્તક.
i am always afraid of syringe.Nice muktak.Feelings of sick person.
Sapana
Wah, Panchambhai! Last line ‘ડઝન બે સિરીંજો અને હું અને તું!’ lifts the entire muktak to a newer height! I noticed how seamlessly the english words gel in the expression!
Vishvesh
http://vishvesh77.wordpress.com/
મારા પિતાજી જ્યારે હોસ્પીટલ માં હતા ત્યારે એક શેર લખ્યો હતો
ખીલાની વેદના તો તેં સહી લીધી ઇસુ
કાંટા ગુલાબના તને ખટકે છે ખરા?
Enjoyed your nice ‘Muktak’!
Sudhir Patel.
ઘણી જ સુંદર અભિવ્યક્તી..ટૂંકુ ને ટચ અને ઘણું બધું.
ક્ષણેક્ષણના ચટકા,
ટૂંકુ ને ટચ
સુંદર અભિવ્યક્તી.
Ramesh Patel(Aakashdeep)
good one.as a medico i liked it