♥ પંચમ શુક્લ
એ બ્લૉગ્મંડૂક ના કંઈ જાણે – બીભત્સ શું ને શું અશ્લીલ?
કૂવામાંના રહેવાસીને લીલું એટલે- કાં પોતે, કાં લીલી લીલ!
દેખી પોદળો સાંઠો ઘાલે, ઘર આખું છાણે શણગારે;
ભગરો ડંડો ભેટે રાખે, નાક-ડાંડીએ ડોબાં ચારે,
કાળા અક્ષર ભેંસ બરાબર એ કહેવતને ઠોકે ખીલ!
કૂવામાંના રહેવાસીને લીલું એટલે- કાં પોતે, કાં લીલી લીલ!
માણસથી પડછાયો મોટો લાગે એવું ખેંચે ધડ;
સૂરજને ઘુવડની આંખે રગદોળી નાખે બોથડ,
અંધ અંધની રાસલીલા ને અજવાળું ઉઘાડે ડીલ!
કૂવામાંના રહેવાસીને લીલું એટલે- કાં પોતે, કાં લીલી લીલ!
પોલાં પોલાં ઢોલ વજાડે છાતી પોકળ તાણી;
ને બખ્તરમાં બેસી વહેંચે જનોઈવઢ એ વાણી,
એવાને શું કહીએ? કહીએઃ તેગ નહીં ભઈ તરણું છીલ!
કૂવામાંના રહેવાસીને લીલું એટલે- કાં પોતે, કાં લીલી લીલ!
૨૧/૯/૨૦૦૯
* કોક બ્લૉગ પર કવિતાને સમજ્યા વગર કવિની કલમને વખોડતા એક પ્રતિભાવને અર્પણ.
50 Comments
Nice One…
Wah Wah Akho Navaa veshe- Good one.
good good
પોલાં પોલાં ઢોલ બજાવે છાતી પોકળ તાણી;
ને બખ્તરમાં બેસી ઈચ્છે જનોઈવઢ એ વાણી,
એવાને શું કહીએ? કહીએઃ તેગ નહીં તું તરણું છીલ!
કૂવામાંના રહેવાસીને લીલું એટલે- કાં પોતે, કાં લીલી લીલ!
પંચમદા,
મજા પડી.ખરેખર બ્લોગ્મંડૂકને આની જરૂર હતી.:):):)
Sapana
બહુત અચ્છે! મઝા આવી ગઈ.
“માણસથી પડછાયો મોટો લાગે એવું ખેંચે ધડ;
સૂરજને ઘુવડની આંખે રગદોળી નાખે બોથડ,
અંધ અંધની રાસલીલા ને અજવાળું ઉઘાડે ડીલ!
કૂવામાંના રહેવાસીને લીલું એટલે- કાં પોતે, કાં લીલી લીલ!”
dear pancham,
this is a due slap on the face of a senseless comments addict.i agree with mr.harnish jani,”akho nava veshe”
i would like to give you a new name,”socrates bijo”
Excellent way of expressing anger! Nice words and nice use of them!
Really…શુકલ સાહેબ, તમને પણ અનુભવ થી ગયો, બ્લોગમંડૂક ખટપટ્ટીયા ટટ્ટુઓનો!?
કૂવામાં ના દેડકાં કૂવામાંથી નીકળીને બધે કૂદાં કૂદ કરે છે.તેમની આંખો પર રહેલી લીલી લીલ હટાવવી જરૂરી છે. અને તેના માટે તમે દંડૂકો ઉગામ્યો તે ખુબ જ ગમ્યું, તેનું સ્થાન તેનો કૂવો જ છે, તેનું ભાન હવે આ બ્લોગમંડૂકને થાય તો સારૂ!!
શુકલ સાહેબ, તમને પણ અનુભવ થી ગયો, બ્લોગમંડૂક ખટપટ્ટીયા ટટ્ટુઓનો!?
કૂવામાં ના દેડકાં કૂવામાંથી નીકળીને બધે કૂદાં કૂદ કરે છે.તેમની આંખો પર રહેલી લીલી લીલ હટાવવી જરૂરી છે. અને તેના માટે તમે દંડૂકો ઉગામ્યો તે ખુબ જ ગમ્યું, તેનું સ્થાન તેનો કૂવો જ છે, તેનું ભાન હવે આ બ્લોગમંડૂકને થાય તો સારૂ!!
કેટલાય આવા મંડૂકો (સમજ્યા વગર)અરે, તે બધું સમજતા હોય છે, પણ તમને આડા રસ્તે લઈ જવા અને તમે જે આટલું સરસ લખો છો અને તેને સાહિત્યનો કે મૌલિકતાનો કક્કો પણ ન આવડતો હોય તેની ઈર્ષા વશ આ રીતે તમને પરેશાન કરવા માટે આ લોકો એવી કોમેન્ટ કે ટિપ્પણીઓ કરતાં હોય છે. અને તમને ખબર જ હશે કે સાહિત્યના ઘણાંખરા મોટાં ભાગના જે વિવેચકો બની ને કોઈપણ કૃતિ કે રચના પર વિવેચન કે ટિપ્પણી કરતાં હોય છે તેમને બાપગોતરમાં કદીપણ એક રચના કે કૃતિ લખી નથી હોતી!! તેથી ટેન્શન નહીં લેવાનું પણ આ રીતે જડબાતોડ જવાબ જરૂર આપવાનો!!
Waah Pancham, bahot khoob.
સરસ, પંચમભાઇ. સરળ સાદી ભાષામાં જે કહ્યું તેના કરતાં બે લાઇનોની વચ્ચે – between the lineમાં જે ઉંડી વાત કહી તેના માટે તમને બિરદાવ્યા વગર રહી શકતો નથી. પોદળામાં સાંઠો ઘાલવાનો મરમ ગમ્યો.
પોલાં પોલાં ઢોલ બજાવે છાતી પોકળ તાણી;
ને બખ્તરમાં બેસી વહેંચે જનોઈવઢ એ વાણી,
એવાને શું કહીએ? કહીએઃ તેગ નહીં તું તરણું છીલ!
કૂવામાંના રહેવાસીને લીલું એટલે- કાં પોતે, કાં લીલી લીલ!
પ્રિય પંચમભાઇ,
હૈયાં સોંસરવી નીકળે તેવી વાત સાવ સહજતાથી
કહેવા બદલ અભિનંદન.
સર્જકના અનુભવ,તપ અને મનોવેદનાનો ઉપહાસ જે
સમાજ કરે એનું પતન કોઇ ના રોકી શકે.
અખાવાણી યાદ આવી ગઇ.
વાહ! મજા પડી.
‘અખા’નો આધુનિક અવતાર.
કોનો બ્લૉગ અને કોની કૉમેંટ- એ વિશે પ્રકાશ પાડ્યો હોત તો વધુ મજા આવત…
ખેર, કવિતા વાંચીને હસી હસીને લોટપોટ થઈ ગયો… આશા રાખું કે આ પાઘડી મારા માથા સાટે નથી…
વિવેકભાઈ, તમારા માટે તો સ્વપ્નેય નહીં. હકીકતમાં આ કવિતા કોઈને પણ કેન્દ્રમાં રાખ્યા વગરની અર્ધજાગૃત મનની જ નીપજ કહી શકાય.
આ બંધબેસતી પાઘડી પહેરવાની પ્રથા હજું ચાલું છે
ગુજરાતમાં ?
કવિ એતો કહો કે આ ચાબખા માર્યા તે બ્લોગ્મંડૂક છે કોણ?
પંચમનું આ સાવ નવું ને અણધાર્યું રુપ કહેવાય !!
સાત સ્પંવરોમાં પંચમ એ મધ્યમ પ્રકારનો સૂર ગણાય છે, આતો तीव्र पंचम स्वर !
તો પણ રચનાને તો દાદ દેવી રહી.
મારા હિસાબે સ્વર તો કદાચ એ જ છે. પરંતુ સાત સ્વરોનાં ત્રણ સપ્તકો (મંદ્ર સપ્તક, મધ્ય સપ્તક, તાર સપ્તક) પૈકી આ પંચમ સ્વર તાર સપ્તકનો જરુર છે!
વાહ એકદમ ચોટદાર. વાંચીને મજા પડી ગઈ.
really shocked !!
agree wid ju.kaka,
પંચમનું આ સાવ નવું ને અણધાર્યું રુપ કહેવાય !! PUNYAPRAKOP !!
But I like verses,
માણસથી પડછાયો મોટો લાગે એવું ખેંચે ધડ;
સૂરજને ઘુવડની આંખે રગદોળી નાખે બોથડ,
અંધ અંધની રાસલીલા ને અજવાળું ઉઘાડે ડીલ!
પોલાં પોલાં ઢોલ બજાવે છાતી પોકળ તાણી;
ને બખ્તરમાં બેસી વહેંચે જનોઈવઢ એ વાણી,
એવાને શું કહીએ? કહીએઃ તેગ નહીં તું તરણું છીલ!
yaa, Rajendrauncle told ,he uses more Talapadi-words, more than Me !
panchambhai kothalaamaa laine paanchsheree maaree.verses are eક્ષ્cellent.
આસો સુદ-એકમે સૂર્ય-બુધ-શનિ-ચંદ્ર
પંચમની કન્યા રાશિમાં આવ્યા
આ દિવસે ગ્રહોની યુતિની સાથે-સાથે ગુરુ અને સૂર્ય-બુધ-શનિ-ચંદ્રનો નવ-
પંચમ યોગ પણ થયો
આજ વખતે પંચમના બીનને અસર થઈ
જે વરસોથી અનહદ નાદ ભરે તેણે અખા,કબીર જેમ કૂપ માંડુક્યોપનીષદ રચ્યું
દરેલ બ્લોગરે ચિંતન કરવા જેવું બ્લૉગ્મંડૂક…
પંચમભાઈ દેડકાંઓ છો ડ્રાઉં ડ્રાઉં કરે. કૂવાની બહારની દુનિયામાં એમને સાંભળે છે કોણ? આપણે શું કામ જીવ બાળીએ. હા,એ બહાને આપણને કવિતા મળતી હોય તો દેડકાંનો પણ આભાર માનવો રહ્યો.
સાંઠો ઘાલે, ભગરો, બોથડ, જનોઈવઢ, તેગ નહીં તું તરણું છીલ–> આ બધા શબ્દો નો અર્થ આપશો, મારી પહોંચની બહાર છે…
http://www.gujaratilexicon.com/
wow! it’s very ..Marmik-Gazal..Thanks.
શ્રી પંચમભાઈ
જમાનાની વાત ઝીલતી સરસ વ્યંગભરી કૃતિ.
વિચાર સૃષ્ટિ અને શબ્દ ભાવનાને સમજી મનન
કરનારની આંખમાં ભાવ રમતા હોય છે અને બાકી આપે કહ્યું તેમ.
…..અને આગળ કહું
પંથ પીંજરે પૂરી પરમેશ્વર.
સરવર ને કેમ સમજો સમંદર
મન મૌજી થઈ તમે ભમતા ને
હે સંતો! હરિતો ઉપર બેસી હસતા.
રમેશ પટેલ(આકાશદીપ)
કવિતા વાંચવાની તો મજા આવી જ, કૉમેન્ટ્સ વાંચવાની પણ બહુ મજા પડી.હા હા હા હા…
ચાબખા,તમે વિવેકભાઈને કહ્યું એમ ભલે અર્ધજાગ્રત મનની નીપજ કહો પણ જેને સાંકળતા હશે એ,એની અસરને(પીડાને!)કદી નહીં ભૂલે……..
વાહ પંચમભાઈ, જાણે કે બ્રહ્મર્ષિ ના ચિંતન તપ ને કોઇએ પડકાર્યો હોય ને જે દ્રશ્ય સર્જાય તેવુ…એક બ્લોગમંડૂકને એક દંડૂકો….કાવ્યથી…સમજાયું…બહુ સારુ કર્યુ તમે જે તેને તેની હેસિયત દેખાડીને…તમે પોતે સર્જક છો માટે કાવ્યથી ઉત્તમ શૈલીમાં જવાબ આપ્યો જે હંમેશ માટે દીવાદાંડીરુપ રહેશે..ઘણા બગલા પોતાને હંસ માનવા લાગે, કાગડા કોયલ ને બ્લોગર વિવેક ભૂલી પોતાને લેખક યા કવિ શાયર, પત્રકાર માની મત આપવા લાગે તેને આ કાવ્ય…ખુલ્લ્મ ખુલ્લા પણ તેવા બ્લોગર ને ઉજાગર કરવા ઘટે…ઘણા માટે દાખલારુપ કાવ્ય છે..તેમને પાણિનીનું સૂત્ર..એકઃ શબ્દ સુપ્રયુક્ત સ્વર્ગેલોકે કામધેનુ ભવેત…ખબર નથી કે મોરારી બાપુ કહે તેમ કવિનો આરાધ્યદેવ શબ્દ હોય છે….
એક મુરખને એવી ટેવ
કવિતા વાંચી શણગારે છે વેબ
નવોન્મેષ કશો નહી
કોને કહેવું કોની છે એ ઠેબ ?
ગુજરતી કવિતાને ‘ચાબખા’ની જરુર છે
અને તમે પંચમ ભાઈ એ આલી જ છે,
( તમારી કવિતાના પ્રતિભાવ જ બધું ખુલ્લું કરી આપે છે.)
વધું ફરીથી ઉમેરીશ. મનેતો ગમ્યો આ ‘ જનોઇવાઢ’.
ખૂબ જ તીવ્ર કટાક્ષથી ભરપૂર ગીત માણ્યું! છેલ્લો બંધ વધુ ગમ્યો.
અભિનંદન!
પ્રતિભાવો પણ માણવાની મજા આવી.
સુધીર પટેલ.
અખાના છપ્પા અને પંચમના ચાબખા. well done પંચમભાઈ. કોઇકે તો પહેલ કરવી જ જોઇએ ને !
ભાઇશ્રી પંચમ શુક્લ,
ભોજા ભગતના ચબખા સમી તમારી રચના વાંચી અને માણી પણ.ભાઇશ્રી પ્રવિણ શ્રીમાળી તથા ભાઇશ્રી દીલીપ ગજ્જરના અભિપ્રાય સાથે હું સહમત છું.ઘણાને મોટાભા થવાનું ગમે છે.હા ઉપરથી એમ પણ કહે આપણે તો ભાઇ આખાબોલા જે હોય તે મોઢામોઢ કહી દઇએ.હશે તેથી શું?
બસ તમે તો લગેરહો પંચમ્ભાઇ મા સરસ્વતિ તમને વધુ શક્તિ આપે.
એજ
અબ્યર્થના/અભિનંદન,
પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”
એ બ્લૉગ્મંડૂક ના કંઈ જાણે – બીભત્સ શું ને શું અશ્લીલ?
સામાન્ય રીતે કૂપ-મંડૂક જગતની વિશાળતા નથી જાણતો હોતો અને દરિયાના દેડકાને કહેતો હોય છે કે મારા કુવાથી મોટું કશું જ નથી. બ્લોગ-મંડુક પણ કદાચ એવું માનતો હોય કે પોતાના બ્લોગથી વધારે સારુ આ જગતમાં કશું નથી – પણ એમાં બીભત્સતા અને અશ્લીલતા વીશે ન જાણવું તે વીશે કટાક્ષ ન સમજાયો. બાકી આખીએ રચના ખુબ જ સુંદર થઈ છે.
જો કે હું કાઈ સાહિત્યકાર નથી પણ આવુ કાઈક વધારે યોગ્ય ન લાગે? – એ બ્લૉગ્મંડૂક ના કંઈ જાણે – પ્રવાહ શું ને શું સલિલ? અલબત્ત પ્રાસ મેળવતા વધારે સારા શબ્દો તો આપ જ ગોઠવી શકશો.
એ બ્લૉગ્મંડૂક ના કંઈ જાણે – પ્રવાહ શું ને શું સલિલ?
આ સૂચન ગમ્યું. આ સૂચનનું રચના મઠારવાના રાઊન્ડમાં ધ્યાન રાખીશ.
ધન્ય હો… કવિરાજ… ધન્ય હો! પંચમ સ્વર કાવ્યાધિપતિ!
એક બ્લોગરને એવી ટેવ,
લખવું એટલે લખવું एव;
કૂવાનો રહેવાસી તો પણ.
માને પોતાને ‘अहमेव.’
બ્લોગમંડૂકને આ પણ અર્પણ.
Has anybody read pancham shukla’s – pratyaayan -blogmanduk’?
he talks about another fiasco of gujarati literature. what is going on
in gujarati creative web world ? why are we so much downtrodden or
downfallen ? what kind of clan we are ? or we are still a nomadic tribe ?
ha he ha ho ho…
note:
(this comments were posted earlier on Asara-yashwant thakkar’s blog)
Pankajbhai…After 33 Comments, add 1 from me….You had said about those who know little & yet critsise on the Site inappropratelely…I DO agree with your response to Dr. Vivekbhai’s desire to know the names. I had seen the prolonged “discussions/opinions ” on someone’s mistakes & EVERYONE thinking themselves as PERFECT…..Well done !
Dr. Chandravadan Mistry.
Inviting you & your Readers to Chandrapukar.
http://www.chandrapukar.wordpress.com
કૂવામાંના રહેવાસીને લીલું એટલે- કાં પોતે, કાં લીલી લીલ!
વાહ પંચમભાઈ ! આવા ચાબખા મારતા રહેજો. બંધબેસતી પાઘડીવાળાને પણ લાભ જ છે ને!
મજા આવી સરસ રીતે બ્લોગ્મંડૂકને ચાબખા માર્યા છે ! પોતાને જ હોશિયાર અને કાબેલ માનતા અને બીજાને ઉતારી પાડતા આવા તત્વોને ખુલ્લા પાડવા જ રહ્યા ! આપે નામ પણ આપ્યું હોત તો અન્ય બ્લોગરોને પણ માહિતિ મળી રહેત કે બ્લોગ જગતમાં આવા બ્લોગમંડુક કેટલા અને કોણ છે. ખેર ! હજુ મોડું નથી થયું આપને આવા બ્લોગ્મંડૂકનું નામ આપવા વિનંતિ છે.
સ-સ્નેહ
અરવિદ
Very apt..well written..loved this line ‘ને બખ્તરમાં બેસી વહેંચે જનોઈવઢ એ વાણી,’…
ભાઈ પંચમ,
આ ખૂબ સૂક્ષ્મ અવલોકને આલેખાયેલી રચના છે. વિશ્વાવ્યાપ્ત – internet – પર ડ્રાઉં ડ્રાઉં નો કોલાહલ ઓછો નથી ને એમાં તમે જે આ ખોંખારો ખાધો છે એ નોંધાયો છે જરૂર એ આવેલા પ્રતિભાવો બતાવે છે. વિશ્વાવ્યાપ્ત અને મર્યાદિત એ દૃષ્ટિકોણને બહુ સબળ રીતે કાવ્યમાં વણી લીધો છે… અભિનંદન. ગુણવત્તા બ્લોગને નિખારે છે, બેશક!
Faruque Ghanchi ‘બાબુલ’
પંચમભાઈ… સબળ રચના માટે વિલંબપૂર્વકના પણ ખૂબ ખૂબ અભિનંદન. નિમિત્ત ગમે તે સંજોગો બન્યા હોય પણ રચના અનેક નિશાનો તાકી શકી છે. ગમ્યું.
મા.પંચમભાઇ.. કરનારા તો કોમેઁટ કરતા રહે પણ એવી મગજ ઉપર કેવી અસર થૈ કે તમે સરસ રચના એના માથે ઠોકી દીધી..જોકે લાભ અમને મળ્યો કે એક ગજબ ની ક્રૂતિ વાઁચવા મળી..હુઁ બ્લોગ ની દૂનિયાઁમા નવો છુ હજી ધનતેરસ ના દિવસે જ પદાર્પણ કર્યુ છે આપને મારા હાર્દિક અભિનઁદન
સરસ રચના ! ગીતની સાથે સાથે અર્પણ પણ ગમ્યું
કોક બ્લૉગ પર કવિતાને સમજ્યા વગર કવિની કલમને વખોડતા એક પ્રતિભાવને અર્પણ.
વાહ ! વાહ !