♥ પંચમ શુક્લ
જીવન એનું એ છે, મરણ એનું એ છે,
વિસ્તરતું જતું ક્ષણનું રણ એનું એ છે.
બધાં દુઃખનું ઓસડ આ દહાડા, ખરું! પણ-
હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે!
૨૨/૦૮/૨૦૦૯
♥ પંચમ શુક્લ
જીવન એનું એ છે, મરણ એનું એ છે,
વિસ્તરતું જતું ક્ષણનું રણ એનું એ છે.
બધાં દુઃખનું ઓસડ આ દહાડા, ખરું! પણ-
હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે!
૨૨/૦૮/૨૦૦૯
14 Comments
બધાં દુઃ ખનું ઓસડ આ દહાડા, ખરું! પણ-
હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે!
વાહ્
‘ક્ષણનું રણ’ને સીમિત રાખવું મુશ્કેલ છે
હૃદયમાં જખમનો મલમ છે,મલમનો ઇલમ છે ;
ઇલમની છે આલમ આ તારા સ્મરણમાં ….
Waaah! Aaafrin!
“વિસ્તરતું જતું ક્ષણનું રણ એનું એ છે.”
well said,
સાવ સહજ રીતે ભુતકાળ અને વર્તમાન નો અર્ક!
પંચમભાઈ,
જખમ ઘણી વાર સારા પણ હોય છે. ખરું ને? તો જ એને ખંજવાળવાનું મન થાય
તમારું મુક્તક વાંચી મને મારી રચના યાદ આવી …
નવા સર્જનો છે, નવી પ્રેરણા છે,
નસેનસમાં વહેતી નવી ચેતના છે,
આ આંસુ નયનમાં નવા છે પરંતુ,
ઘૂંટેલી હૃદયમાં જૂની વેદના છે.
Panchmada,
very nice muktak.
બધાં દુઃખનું ઓસડ આ દહાડા, ખરું! પણ-
હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે!
kharekhar saras.
Sapana
સ્મરણ સાર્થે બધું એનું એ જ એકસરખુ છે સ્વસ્વરુપમાં વિસ્મરણ છે અને બધુ નવુ નવું તાજુ તાજુ..Nice Muktak..
irshad….
પંચમ સાહેબ,
ખૂબ સુંદર રચના..
Zenith Surti
ખુદને ભૂલી, ખુદથી દૂર જાવું ક્યાં,
ભૂલી કાલ, “આજ” ને બોલાવું ક્યાં..
http://gujjuzen.blogspot.com/
સરસ વાત.
આ વધુ ગમ્યું….
બધાં દુઃખનું ઓસડ આ દહાડા, ખરું! પણ-
હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે!
wah..saheb kharekhar aa rachana mane bahum gami….tamara jeva vicharo to mane aavta j nathi……etle j to aap senior chho ne….
સીર્ફ ઇતના હૈ કી જમ જાતી હૈ ઉસ પર ગર્દે માહેસાલ
નહી તો જખ્મ આદમી કે દિલ કે કભી ભરતે નહી
સરસ ગમ્યુઁ
દુ:ખનું ઓસડ દહાડા — કહેવતને મજાનું મુક્તક-સ્વરૂપ આપ્યું.
સરસ મુક્તક.ચાર પંક્તિમાં કેટલું બધું કહી દીધું. જીવન…મરણ .. સ્મરણ ..દુ:ખ…ઓસડ …દહાડા..હ્રદય..જખમ ..અને ક્ષણનું રણ! વાહ!
good one.keep it up