♥ પંચમ શુક્લ
બધું એનું એ છે, બધા એના એ છે,
ગઝલ એની એ છે, ગીતો એના એ છે!
તમે નીકળ્યા’તા ગઝલને બદલવા,
નથી કાફિયા પણ રદીફઃ ‘એના એ છે’ !
૨૨/૦૮/૨૦૦૯
♥ પંચમ શુક્લ
બધું એનું એ છે, બધા એના એ છે,
ગઝલ એની એ છે, ગીતો એના એ છે!
તમે નીકળ્યા’તા ગઝલને બદલવા,
નથી કાફિયા પણ રદીફઃ ‘એના એ છે’ !
૨૨/૦૮/૨૦૦૯
11 Comments
કરામતભર્યું મુક્તક. મઝાનું!
કાફિયાવિણ મુક્તક છે તે મુક્તકમાં જ કબુલ્યું છે ને.ભાવનિષ્પત્તિ સરસ છે.
Nice One !
See you on Chandrapukar>>Chandravadan
http://www.chandrapukar.wordpress.com
પ્રિય પંચમદા,
તમારાં આ મુક્તક પરથી એક વાત યાદ આવી.
લખું છું એકની એક વાત શબ્દો બદલીને
લે સમજી એકની એક વાત ભાવો બદલીને,
સમજ ક્યાં છે મને કાફિયા રદિફની ભલાં,
લખું છુ એક ની એક વાત કાવ્યો બદલીને.
સુંદર મુક્તક
સપના
panchamabhai તમારુ મુક્તક અને સપનાબેનનું,બન્નેવ
ખુબજ શસક્ત છે. ભર્ત્રૂહરિએ કહેલો શ્બ્દસ્ફોટ
સંભળાય છે, શબ્દમાં રહેલો germinating power
આકાર લેતો દેખાય છે
સુંદર…
ખુબ સુંદર…
very nice…. !!
waiting for gazal … ?!!
Enjoyed your nice Muktak, Panchambhai!
Sudhir Patel.
તમે નીકળ્યા’તા ગઝલને બદલવા,
નથી કાફિયા પણ રદીફઃ ‘એના એ છે’ !
સું દ ર…
આમાં નથી કાફિયા,
પણ છે શેરમાં શેરિયત…
પદ્ય સ્વરૂપે ગદ્ય નથી
…
મહોબ્બતના પરચા હજુ એના એ છે,
આ પાંપણના પરદા હજુ એના એ છે
ભાઈ પંચમ… સુંદર મુક્તક છે… પ્રતિભાવ માં સ્ફૂરેલ એક મુક્તક ….
કોણ નીકળ્યું’તું ગઝલ ને બદલવા
કાફિયા સંગે રદીફ ને બદલવા
ના કરીશ શોખ એમનો ‘બાબુલ’
બોલશે કોક તો છંદને બદલવા
‘બાબુલ’