♥ પંચમ શુક્લ
સૂરજ તો છે
નીલરંગી રાજમાર્ગ પર ઝગારા મારતી
ઇશ્વરે તરછોડેલી ઢાલ;
જ્યારે ચંદ્ર છે
તારાઓ વચ્ચે અડવડિયાં લેતાં
એક વૃદ્ધ માણસની ઝાંખી મશાલ.
૨૦-૪-૨૦૦૯
♥ પંચમ શુક્લ
સૂરજ તો છે
નીલરંગી રાજમાર્ગ પર ઝગારા મારતી
ઇશ્વરે તરછોડેલી ઢાલ;
જ્યારે ચંદ્ર છે
તારાઓ વચ્ચે અડવડિયાં લેતાં
એક વૃદ્ધ માણસની ઝાંખી મશાલ.
૨૦-૪-૨૦૦૯
19 Comments
This is the one I like it so much.
sapana
વાહ પંચમભાઈ!
સૂર્ય-ચંદ્રની સાથે આકાશ વિષે પણ થોડું ઉમેરણ થયું હોત તો,તમારી કલમ પાસેથી કંઇક નવી જ ચમત્કૃતિ જાણવા મળત……
પંચમદા ઘણા સમય પછી !
સુંદર..
ચલો આનંદ થયો.
new imagination ?!!
nice one……!!
સૂર્ય એટલે તર્ક
ચંદ્ર એટલે પ્રેમ
જ્યારે જ્ઞાન વૃધ્ધ તેને સમભાવે માણે ત્યારે આત્મ જ્ઞાનની મશાલ ઝગઝગે!
સુંદર અને અર્થસભર !
વાહ સરસ ઉપમાઓ.અડવડિયાં શબ્દ ગમ્યો.
સુંદર… નાનકડું અને મજાનું !!!
વાહ!
મસ્ત કલ્પના!
bahu sunder
I am one of the Gujju Medical Student from Bombay.
I will share this amazing article with mine other gujju friends!!
Jay gujarat
Really this one its one of the great example of imagination.
Great nice Work.
-Digant Dave
I like it very much.
Thanks!!
One of the best effective Gujarati posting I read ever.
આપની કલમ પ્રકૃતિનાં ગાન ઝીલી
જીવનને હીંચાવે છે.
નાનો પણ જાણે રાયનો દાણો.
સરસ કૃતિ
રમેશ પટેલ(આકાશદીપ)
થોડામાં ઘણું કહી દીધું.
sundar TachukDi rachana!
વાહ!!!શું સુંદર ભેદ છે ઢાલ અને મશાલ વચ્ચેનો!!!