♥ પંચમ શુક્લ
કૈંક લખું, તું તરણું પાથર,
મસ્ત પવન પાથરણું પાથર.
હોય હવા પણ હોવું શું છે?
સૂર થઈ સાંભરણું પાથર.
સ્મિત વદનવત શૈશવ સ્રવતું,
વારિ અનોખું ઝરણું પાથર.
ખેંચ ખચીત કૈં ઉર્ધ્વ છલકશે,
શૂન્ય ગગન પર પરણું પાથર.
એક અજાયબ બંધ થયેલાં-
ચિત્ત મહીં ચાંદરણું પાથર.
૮-૫-૯૩
12 Comments
પંદર વર્ષે પણ નૂતન લાગતી સુંદર ગઝલ
ધૈવત શુક્લનું કાવ્ય યાદ આવ્યું
કંઈક ઊગ્યું અંદરથી આજે, દૈવત સઘળું મહીં વિરાજે, પવન હવે પાથરણું પાથર !
ઘૂઘવે નાદ સમંદર ઘેરો, ચલો લગાવો અહીં જ ડેરો, ચંદ્ર હવે ચાંદરણું પાથર !
અહીંઆ કે ત્યાં ફેર નથી કંઈ, કશુંય કડવું ઝેર નથી કંઈ, જગત મહીં કંઈ વેર નથી, ને
સહજ સરકતું, લયે લહરતું ચિત્ત વિરાજે નીલ ગગન પર, સૂરજ કંચનવરનણું પાથર !
જળહળ ઝળહળ તેજ પંજ થઈ, સમય સમયનો અવસર થઈને ઊડે શ્વાસોચ્છ્વાસ હવામાં
સ્વટિક સમા નિતરેલા, નિમિલિત નેત્રોમાંથી વહી રહેલા વારી હવે નિર્ઝરણું પાથર !
કેમ કરી સમઝાવું તમને, હું ને તું ની રમત મઝાની, રમતા રમતા શેષ કશું ના,
પહેરીને આ વેશ મઝાનો, વેશ છતા અણવેશ મઝાનો, આભ હવે આભરણું પાથર !
In fact, Dhaivat and me wrote the respective gazals with common radif ‘paathar’ on the same day.
Here you can see Dhaivat’s gazal on his blog:
http://dhaivat.wordpress.com/2007/11/12/aabh-have-aabharanu-paathara/
ચિત્ત મહીં ચાંદરણું પાથર….સુંદર શબ્દો..
sunder rachana !!
dhaivatbhaine tame jode j lakhata
eno anand pan kevo anero hashe ?!!
પહેરીને આ વેશ મઝાનો,
વેશ છતા અણવેશ મઝાનો,
આભ હવે આભરણું પાથર !
સ્મિત વદનવત શૈશવ સ્રવતું,
વારિ અનોખું ઝરણું પાથર.
કૈંક લખું, તું તરણું પાથર,
મસ્ત પવન પાથરણું પાથર.
ઘણીજ સરસ રચના પંચમભાઇ આ બે શેર અત્યારની ઘડીએ ઘણાજ ગમ્યા
સંગીતના બે સુર પંચમ અને ધૈવત !!
બન્નેને સાથે માણવા મળ્યા ! પ્રજ્ઞાબહેનની સ્મરણપોથીને લીધે જ કદાચ આ લાભ મળી ગયો. ધૈવતભાઈની રચનામાં જે પ્રલંબપણું છે તે અને જે લય છે તે રચનાને કેવી સભર બનાવી દે છે !
પંચમ, તમારી આ ટચુકડી લાગતી છતાં તરણાથી લઈને આકાશના ગહન ઉંડાણોમાં લઈ જતી રચના માટે પણ ખાસમ્ ખાસ ધન્યવાદ આપવાના થાય છે.
આવી જુગલબંધી બીજી પણ સર્જતા રહેજો !
ખુબ સરસ લખો છો.
શ્રી પંચમ શુક્લજી, તમારી કવિતાઓ બહુ ગમી, અવારનવાર વાંચતો રહીશ.
હોય હવા પણ હોવું શું છે?
-કેવી ઝીણી વાત ! અને કેવી બ-ખૂબી વણી લેવાઈ છે?
સુંદર ભાવાભિવ્યક્તિ
આનંદ આવ્યો.
ઓ પ્રિયતમ ! હું અક્ષર વડે અ ક્ષર ને શબદાંજલી આપું છુ. હું તારી જ સ્તુતિ કરું છું…તને તે પહોંચે છે? મારાં ઋદય દ્વારા થતો દંદુભિનાદ તને સંભળાય છે? કે પછી માંરી આંખમાંથી સરતાં અશ્રુઓની આરતી ઉતારીને તને જ હું ઝંખુ છું તેની તને ખબર છે? વિષેષ મારાં બ્લોગ પર = http://paresh08.blogspot.com/