Monthly Archives: July 2008

સંવનન એક ઉખાણું (ગઝલ-સૉનેટ)

♥ પંચમ શુક્લ

લઈ હાથમાં હાથ ચાલ્યાં મજાનું,
અને વિશ્વ આખુંય ડગમાં સમાણું.
 
શ્વસ્યાં એક સાથે લપાઈને કેવું?
કર્યું શ્વાસ-ઉચ્છ્વાસનું એક ભાણું!

ગવાતું હતું રોજ એકેક ગાણું,
ચડ્યું હાથ ક્યાંથી અકારું ઉખાણું?

 
જનમ હર જનમ લગ જતું એક બંધન-
વળે ગાંઠ પહેલી તે પહેલાં કપાણું,

પછી યાદમાંથી ય વીસરી જવાયું,
સમયનું પલટતું રહ્યું રોજ પાનું.

વિધિએ રચ્યું ક્રૂર કેવું કટાણું?
ઉભયનાં જ સંતાનનું લગ્ન-ટાણું!

અંત-૧

અને ઝાળ ભભકી ઊઠી [...]

તું તરણું પાથર

♥ પંચમ શુક્લ
કૈંક લખું, તું તરણું પાથર,
મસ્ત પવન પાથરણું પાથર.
હોય હવા પણ હોવું શું છે?
સૂર થઈ સાંભરણું પાથર.
સ્મિત વદનવત શૈશવ સ્રવતું,
વારિ અનોખું ઝરણું પાથર.
ખેંચ ખચીત કૈં ઉર્ધ્વ છલકશે,
શૂન્ય ગગન પર પરણું પાથર.
એક અજાયબ બંધ થયેલાં-
ચિત્ત મહીં ચાંદરણું પાથર.
૮-૫-૯૩