Daily Archives: March 4th, 2008

ગઝલઃ વિવેક કાણે

છંદ વિધાનઃ
ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા
લલગા ગાલલગા ગાલલગા  ગાગાગા
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે,
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે.
મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે,
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે.
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે.
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’,
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે.
તા ૨/૩/૨૦૦૮, [...]