♥ પંચમ શુક્લ
સત્યવક્તા મિત્રને પોકળ ગણે,
એને હજૂરિયાની જરૂરત હોય છે.
હસ્ત કોમળ તન્વીના ઐયાશને,
નિશદિન ચરણચંપીની આરત હોય છે.
શાંત રસભર મધપુડો છંછેડતાં-
અંગાંગનું બળવું ગનીમત હોય છે.
મૌનને ચૂંથ્યા પછી વાચાળ બનતાં-
શબ્દની ધીંગી શરારત હોય છે.
‘આપ બહેરા તો જગત મૂંગા ભયા’,
અમથી જ ના આવી કહાવત હોય છે!
૨૦૦૭
6 Comments
nice .well done and sav sachi vat.
મૌનને ચૂંથ્યા પછી વાચાળ બનતાં-
શબ્દની ધીંગી શરારત હોય છે.
- સરસ !
જિંદગીની કડવી વખ જેવી વાતોને
શબ્દો સાથે શરારત કરતાં
મીઠી, મધુરી અને આથી જ કદાચ
ઝટ ગળે ઊતરે તેવી બનાવી દીધી …. !!
સુંદર વાત,
પંચમભાઈ આપ, આપનાં નવા પોસ્ટ મને મોકલ્તા રહેજો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
શાંત રસભર મધપુડો છંછેડતાં-
અંગાંગનું બળવું ગનીમત હોય છે.
મૌનને ચૂંથ્યા પછી વાચાળ બનતાં-
શબ્દની ધીંગી શરારત હોય છે.
આ બે શેંર વધારે ગમ્યા.
સુંદર ગઝલ… નવા જ કલ્પનો…
Post a Comment