વંડી

 ♥ મકરંદ દવે

એ આખા આભ મહીં ના ક્યાંયે પાળ રહી
ને વંડી એ ચણતો ઘર પછવાડે,
એ પોતાને હાથે જ્યાં પોતાને કેદ થતો
ત્યાં કોઈ અચાનક ઝીંકે ઘા હાડેહાડે.

એની પાવરધી કળા તણા ચૂરેચૂરા
ઊડેને આંખો ચકળવકળ ચોગમ જોતી,
નાનકડા પગલાથી એ આગળ જાય નહીં
નાનકડી વંડીમાં એની દુનિયા રોતી.

એ અંધકારમાં ભૂત ભયાનક ભાળે પણ
આ અંધકારને પ્રેમ ભરી ભેટી તો લે,
ઈંટોનાં રોડાં જાય હટાવી મારગથી
તો આભ પછી એના ખુલ્લા કમરા ખોલે.

વંડીની પાછળ ભાનભૂલી બે આંખ રુએ,
ને આભ હજાર હજાર નયનથી વાટ જુએ.

૧૮-૮-૭૨

2 Comments

  1. સુરેશ જાની
    Posted September 17, 2007 at 12:08 pm | Permalink

    રવીન્દ્રનાથ ઠાકુરની રચના યાદ આવી ગઈ -
    http://antarnivani.wordpress.com/2006/11/12/prisoner/

  2. Posted September 21, 2007 at 1:09 pm | Permalink

    વાહ… સુંદર રચના…

Post a Comment

Your email is never published nor shared.