Monthly Archives: September 2007

વંડી

 ♥ મકરંદ દવે
એ આખા આભ મહીં ના ક્યાંયે પાળ રહી
ને વંડી એ ચણતો ઘર પછવાડે,
એ પોતાને હાથે જ્યાં પોતાને કેદ થતો
ત્યાં કોઈ અચાનક ઝીંકે ઘા હાડેહાડે.
એની પાવરધી કળા તણા ચૂરેચૂરા
ઊડેને આંખો ચકળવકળ ચોગમ જોતી,
નાનકડા પગલાથી એ આગળ જાય નહીં
નાનકડી વંડીમાં એની દુનિયા રોતી.
એ અંધકારમાં ભૂત ભયાનક ભાળે પણ
આ અંધકારને પ્રેમ ભરી ભેટી તો લે,
ઈંટોનાં રોડાં [...]

મુકતક- મકરંદ દવે

 ♥ મકરંદ દવે
શબ્દથી ધ્વનિને પામો
             ધ્વનિમાં અર્થ વિસ્તરો,
અર્થમાં પ્રગટો જ્યોતિ,
              જ્યોતિ આનંદમાં ઠરો.
૨૯-૧૦-૭૯

છિન્નસંશયા:

ચિત્રં વટતરોર્મૂલે વૃદ્ધા: શિષ્યા: ગુરુર્યુવા |
ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનં શિષ્યા: છિન્નસંશયા: ||

 
ગુરુ અને શિષ્યો વડના વૃક્ષની નીચે બેઠાં છે.
પણ વિચિત્ર વાત એ છે કે આ પાઠશાળામાં ગુરુ યુવાન છે અને શિષ્યો વૃદ્ધ છે.
અને ગુરુ મૌન વ્યાખ્યાનથી શિષ્યોને સંશયમુક્ત કરે છે.