♥ પંચમ શુક્લ
આવવાની છૂટ, પાછા જવાની છૂટ નઇ,
આ સભાનો કાયદો તોડવાની છૂટ નઇ.
હા, પલોઠી વાળીને બેસવાની છૂટ છે,
શ્લથ ચરણ સહેજેય લંબાવવાની છૂટ નઇ.
કાન ખુલ્લા રાખીને ઝીલવાની છૂટ છે,
મન પડે તે તારણો બાંધવાની છૂટ નઇ.
દાદ દેતાં આવડે, દઇ શકો છો, છૂટ છે,
પણ ‘દુબારા’ શબ્દ ઉચ્ચારવાની છૂટ નઇ.
શ્વાસ એકજ, એક શર, વીંધવાની એક પળ,
બસ, પલક એકેય ફરકાવવાની છૂટ નઇ.
7 Comments
દાદ દેતાં આવડે, દઇ શકો છો, છૂટ છે,
પણ ‘દુબારા’ શબ્દ ઊચ્ચારવાની છૂટ નઇ.
પંચમભાઇ, આમ જ લખતા રેહશો તો ‘દુબારા’ તો બોલાતું જ રહેશે…. ખૂબ જ સરસ…
saras
majhaa avee gai
વાંચતા વાંચતા જરા સ્મિત ફરકી ગયું.
ક્યાંક જાણે કહેતા હો: વાંચવાની છૂટ પણ અભિપ્રાયની છૂટ નહીં !!!!
પંચમભાઈ,તમને પણ….
આવવાની છૂટ,પાછા જવાની છૂટ નઇ,
આમ બે દિવસ રજા પાડવાની છૂટ નઇ.
દાદ તો ‘દુબારા’ બોલીને જ અપાયને પણ.
મજા આવી.
pancham,
anrejee bolvani,pardesh re’vani chhut,
Pan,maa ne badlava ni chhut nahi.
very good,
new thought…
keep it up.
sundarta jovaji chhut…Pan ?
સુંદર ગઝલ… ઘણા સમયે ફરી વાંચી…
પંચમભાઈ!
આમ જુઓ તો આખી ગઝલ બહુ જ ગમી ,પણ
મક્તા- ની વાત નોખી જ છે …..
અભિનંદન!
Post a Comment