♥ પંચમ શુક્લ
સૂર્યનો સ્વીકાર, એના કીર્ણનો સ્વીકાર,
ઉભયના ઉત્કીર્ણનો; ઉત્સીર્ણનો સ્વીકાર.
તથ્ય કે વિતથ્ય, સમાઘાત કે આઘાત,
સરળનો સ્વીકાર ને સંકીર્ણનો સ્વીકાર.
રૂપની યે પાર ને અપરૂપની યે પાર,
ક્ષીણનો સ્વીકાર ને વિસ્તીર્ણનો સ્વીકાર.
હર કસોટી એમ અનાયાસ લે આકાર,
ર્હે સહજ, ઉત્તીર્ણ-અનુત્તીર્ણનો સ્વીકાર.
જન્મની ને મૃત્યુની જંજાળનો સ્વીકાર,
નવ્યનો સ્વીકાર, જરઠ જીર્ણનો સ્વીકાર.
6 Comments
હર કસોટી એમ અનાયાસ લે આકાર,
હો સહજ, ઉત્તીર્ણ-અનુત્તીર્ણનો સ્વીકાર.
સરળતા અને સહજતાથી જ આ ‘સ્વીકાર’ એ સ્થિતપ્રજ્ઞતા જ ને !!!
‘સ્વીકાર’ એટલે આ આખી રચનામાં
સમાવિષ્ટ તમામ સ્થિતિનો સ્વીકાર.
‘સ્વીકાર’નો તો હોય, ‘અસ્વીકાર’નોય સ્વીકાર !!
–જુ.
આનંદમ્ ! આવી જ રીતે વહેતાં રહીએ.
સુંદર ગઝલ, પંચમભાઈ…
ખૂબ ઊંડી વિચારધારા…
Pancham
Good poem. Enjoyed the consistent message and ‘tatva gyan’.
દરેકનો સ્વીકાર આવકાર્ય છે.
સુંદર
ખૂબ સુંદર… બીજા શબ્દો નથી…
Post a Comment