આદ્ય શંકરાચાર્ય રચિત ‘સૌન્દર્યલહરી’નો ૧૬મો શ્લોક. સમશ્લોકી અનુવાદ (ગિરજાશંકર વિ. પાઠક). ‘સૌન્દર્યલહરી’, પૃષ્ઠ ૪૬, પ્રકાશકઃ પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ.
નોંધઃ સૌન્દર્યલહરી એ મહાદેવી ત્રિપુરસુંદરીના દિવ્ય સૌંદર્યની ભક્તિપૂર્વક પ્રસંશા કરતું સ્તોત્રકાવ્ય છે.
क्वीन्द्राणां चेतःकमलवनबालातपरुचिं
भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीम |
विरिंचिप्रेयस्यास्तरुणतरशृंगारलहरी-
गभीराभिर्वाग्भिर्विदधति सतां रंजनममी ||
કવીન્દ્રાણાં ચેતઃકમલવનબાલાતપરુચિં
ભજન્તે યે સન્તઃ કતિચિદરુણામેવ ભવતીમ |
વિરિંચિપ્રેસ્યાસ્તરુણતરશૃંગારલહરી-
ગભીરાભિર્વાગ્ભિર્વિદધતિ સતાં રંજનમમી ||
સમશ્લોકીઃ
કવિચિત્તોરૂપી કમલવનના બાલરવિ-શી
દ્યુતિ જેની, સંતો અરુણવરણા આપ ભજતાં,
વિરિંચિકાંતાની અતિતરુણશૃંગારલહરી-
સમી વાણી પામે, રીઝવતી બને પ્રાજ્ઞજનને.
ભાવાનુવાદઃ
જે કોઈક (વિરલ) સજ્જનો (ઉત્તમ પુરુષો) શ્રેષ્ઠ કવિઓનાં મનરૂપી કમલવનને માટે ઊગતા સૂર્ય જેવાં ઝળહળતાં (અને) અરુણ (વર્ણનાં) એવાં આપને ભજે છે તેઓ વિરિંચિની પ્રેયસી(સરસ્વતી)ના પૂર્ણયૌવનસભર શૃંગારલહરી (ધારા) જેવી ગંભીર (ઊંડી) વાણી (નીશૈલી) વડે વિદ્વાનો (ની સભા)ને આનંદ આપે છે.
2 Comments
પંચમભાઈ! શંકરાચાર્યજીની વિચક્ષણ બુદ્ધિપ્રતિભાની કોઈ વાત ન થઈ શકે. તેમની તમામ કૃતિઓનું પાન કરવામાં તમારા અંતરે આનંદ છલકાય. જ્ઞાનનો ઉદય થતો જણાય. નિર્વાણાષ્ટકમ મને અતિ પ્રિય છે અને સૌંદર્યલહરી પણ. આપણા ભવ્ય વારસાને નેટ પર જીવિત કરવાની અને સાચવવાની આપણી ફરજ છે.
તમે સરસ કાર્ય કર્યું છે. .. હરીશ દવે અમદાવાદ
This is really amazing. I was wondering Panchambhai, if there is any good resource to learn Sanskrit on internet. My whole purpose of reviving my Sanskrit is to read “KumarSambhav” and “Meghdoot”. I think the best way to enjoy and understand them is to read them in Sanskrit.
Siddharth
Post a Comment