♥ પંચમ શુક્લઆલાપવા હું આવી છું
ગાન જિંદગીનું;
એનું પ્રમાણ પહેલું, આ મારું ગણગણવું!આવી છું પ્રેમ કરવા
વૈવિધ્યને જીવનના;
એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ ધબકવું!ઈચ્છું છું આપવા હું
નિર્મળ નીરોગી જીવન;
એનું પ્રમાણ પહેલું, આ સ્વસ્થ ખુદ વિહરવું!સહુના હૃદયકમલના
દલ દલ ઉપર વસુ છું;
એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ પમરવું!પ્રગટાવવા હું આવી છું
પ્રાણ જિંદગીનાં;
એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ પ્રગટવું!* વિમલાતાઈને અર્પણ
One Comment
સુંદર અર્પણ… સરસ કાવ્ય!
આનો લય પણ મજાનો લાગ્યો… આનાં છંદની સમજ આપશો?
———–
પણ આમાં ‘ગાગા લગા લગાગા’ ના આવર્તન પકડી શકાશે. આને કેવો પરંપરિત છંદ કહેવાય એ ખબર નથી. જાણકારોના અભિપ્રાય આવકાર્ય છે.
આમાં પ્રથમ રદીફ વાળું ગઝલનું નવું સ્વરૂપ પણ કદાચ દેખાશે.— પંચમ
Post a Comment