♥ પંચમ શુક્લ
આલાપવા હું આવી છું
ગાન જિંદગીનું;
એનું પ્રમાણ પહેલું, આ મારું ગણગણવું!
આવી છું પ્રેમ કરવા
વૈવિધ્યને જીવનના;
એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ ધબકવું!
ઈચ્છું છું આપવા હું
નિર્મળ નીરોગી જીવન;
એનું પ્રમાણ પહેલું, આ સ્વસ્થ ખુદ વિહરવું!
સહુના હૃદયકમલના
દલ દલ ઉપર વસુ છું;
એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ પમરવું!
પ્રગટાવવા હું આવી છું
પ્રાણ જિંદગીનાં;
એનું પ્રમાણ પહેલું, આ મારું ખુદ પ્રગટવું!
* વિમલાતાઈને [...]
Daily Archives: August 19th, 2007
અંતઃપ્રભા
August 19, 2007 – 12:40 pm