♥ પંચમ શુક્લ
ધ્રુવ હસે ને મરકે છે કૈં,
જોઇ કૃપાને હરખે છે કૈં.
એક અવાજ અનેરો લાગે,
દિયાબાને પરખે છે કૈ.
ધ્રુવ હસે ને મરકે છે કૈં- જોઇ કૃપાને હરખે છે કૈં.
ડાહ્યો ડમરો થઇને ઊંઘે,
રાજુબાની પડખે છે કૈં.
ધ્રુવ હસે ને મરકે છે કૈં- જોઇ કૃપાને હરખે છે કૈં.
વ્હાલાં પપ્પા સ્પીકર-પારથી,
અચરજ થઇને અડકે છે કૈં.
ધ્રુવ હસે ને મરકે છે કૈં- જોઇ કૃપાને હરખે છે કૈં.
રવિદાદાનો અદકો-દડકો,
ધિંગામસ્તી છલકે છે કૈં.
ધ્રુવ હસે ને મરકે છે કૈં- જોઇ કૃપાને હરખે છે કૈં.
મૂછ મરડતાં દિલુદાદાનો,
બહાદુર બંકો બરકે છે કૈં.
ધ્રુવ હસે ને મરકે છે કૈં- જોઇ કૃપાને હરખે છે કૈં.
(એપ્રિલ ૨૦૦૭)
3 Comments
saras baalgeet lakhyu chhe panchamda…
dhruv is sooooooooooo cute!!!
please submit your geet at my SS too
http://sarjansahiyaaru.wordpress.com/2007/07/06/sarjankriya43_baalgeet/
Very nice song….Dhruv is really cute
સુન્દર બાળગીત… જાણે આનંદ નો દરિયો !
Post a Comment