Daily Archives: August 14th, 2007

ધ્રુવ હસે ને મરકે છે કૈં

♥ પંચમ શુક્લ
ધ્રુવ હસે ને મરકે છે કૈં,
જોઇ કૃપાને હરખે છે કૈં.
એક અવાજ અનેરો લાગે,
દિયાબાને પરખે છે કૈ.
ધ્રુવ હસે ને મરકે છે કૈં- જોઇ કૃપાને હરખે છે કૈં.
ડાહ્યો ડમરો થઇને ઊંઘે,
રાજુબાની પડખે છે કૈં.
ધ્રુવ હસે ને મરકે છે કૈં- જોઇ કૃપાને હરખે છે કૈં.
વ્હાલાં પપ્પા સ્પીકર-પારથી,
અચરજ થઇને અડકે છે કૈં.
ધ્રુવ હસે ને મરકે છે કૈં- [...]