♥ પંચમ શુક્લ
તુણાઇ જઇને તાણે તાણે વણાઇ જાતું વાણે વાણે,
અંતર ના કૈં અંતર જાણે, કહો કેમ રહે ભેજું ઠેકાણે?
ખાખરખોલી ખિસકોલીઓ બેઠી બેઠી સાકર ઠોલે,
ફૂલ ફાતડી મધમાખીઓ મબલક ઠેકે પણ ના ઠાણે,
અંતર ના કૈં અંતર જાણે, કહો કેમ રહે ભેજું ઠેકાણે?
ધરતીમાંથી ડૂંડા ઊગે, ડૂંડે ડૂંડે ચકલા ઊડે,
ચાંચે ચાંચે ચૂંથાવાનું, દંડાવાનું દાણે દાણે,
અંતર ના કૈં અંતર જાણે, કહો કેમ રહે ભેજું ઠેકાણે?
કોઠ-કોચલાં નાળિયેરનાં શંકરના હોઠે ફૂટે ને,
ગૌર-છોળને ગટ ગટ પીતાં નંદિ પ્રગટે પાણે પાણે,
અંતર ના કૈં અંતર જાણે, કહો કેમ રહે ભેજું ઠેકાણે?
4 Comments
પ્રથમવાર આપના બ્લૉગની મુલાકાત લીધી.
આપની સ્વરચિત રચના ઘણી સરસ છે.
અરવિંદભાઈ.
nice poem.
chanche chanche chuthavanu’
dandavanu dane dane ! ohohoho !
kevi zini vat ‘universal truth’ni
tame kahi !
અંતર ના કૈં અંતર જાણે, કહો કેમ રહે ભેજું ઠેકાણે?
majaanu kaavya…
majaa aavi gai…
Post a Comment