♥ પંચમ શુક્લ
મીટ મંડાઇ ગઈ બસ એકટશ એની તરફ,
આ તરફ સંપૂર્ણ શ્રધ્ધા, કશ્મકશ એની તરફ.
આગમાં બળતો પવન તો ક્યાંક જઇ ઠરતો રહે,
ધૂમ ઊઠે આ તરફ, કાજળની મશ એની તરફ.
પર્વતો નીતર્યાં કરે કૈં નીર ખળખળ ખીણમાં,
કુંભ ભરચક આ તરફ છલકે કળશ એની તરફ.
ના અવશ કૈં યે અહીં કે ના વિવશ કૈં યે ત્યહીં,
વશ થઈને ચોતરફ વેરાય ક્ર્શ (crush) એની તરફ.
ટસ-કે-મસ ના આ તરફ, ના કૈં જ રશ (rush) એની તરફ,
માત્ર ધીરજ આ તરફ, પ્રગટે ધગશ એની તરફ.
3 Comments
મીટ મંડાઇ ગઈ બસ એકટશ એની તરફ,
આ તરફ સંપૂર્ણ શ્રધ્ધા, કશ્મકશ એની તરફ.
સુંદર ભાઇ જરા દેખ કે ચલો,નજર બચાકે!
I enjoy the “Bhav” and “Shabdo”ni ramat”–I have know knowledge about Chhand—
This is very good Gazal-I loved it.
સુંદર ‘કશ્મકશ’… સુંદર ગઝલ!
Post a Comment