♥ પંચમ શુક્લ
ચંદ્રથી દડી, કીડી પડી ભોંય,
(જાણે) ખેંચતી ધરા ના જોરથી હોય!
***
મુદ્રિકા ધરીને તર્જની સોહ્ય,
એટલે કનિષ્ઠા કૈં જ ના ખોય!
***
મિત્ર, અગ્નિ, ઇન્દ્રો, રૂદ્ર વા સોમ,
અશ્વિનો દૃશ્ય ત્યાં સર્વ સંમોહ્ય!
***
ખૂટતો નથી આ કલ્પના દોર,
કેટલું પરોવે શબ્દની સોય?
6 Comments
ખૂટતો નથી આ કલ્પના દોર,
કેટલું પરોવે શબ્દની સોય?
-ક્યા બાત હૈ…?! સરસ…
ખૂટતો નથી આ કલ્પના દોર,
કેટલું પરોવે શબ્દની સોય?
વાહ વાહ…
મુદ્રિકા ધરીને તર્જની સોહ્ય,
એટલે કનિષ્ઠા કૈં જ ના ખોય!
સાચી વાત છે.
simply superb ! MY HEARTIEST CONGRATULATIONS.
NIRMISH THAKER
khutato nathi aa kalpana dor,
kyathi parove shabdani soy !wah !
(sorry,panchambhai !My guj.font
is not working at this time).
પંચમભાઈ,
કલ્પનાનાં દોરને, શબ્દોની સોયમાં
પરોવતાં જાઓ છો અને પાછા આવું લખો છો ?!!
મુદ્રિકા ધરીને તર્જની સોહ્ય,
એટલે કનિષ્ઠા કૈં જ ના ખોય!
તમે પણ,
પાછા કનિષ્ઠા બની જવા માંગો પણ
તમે ધારણ કરેલી, મુદ્રિકા -
તમારી કલ્પનાશક્તિ, સોહી જ ઊઠે છે.
Post a Comment