♥ પંચમ શુક્લ
તર્યાં વગર પણ તરણ મળે છે,
સુમિરન સુમિરન સ્મરણ મળે છે.
ઠેકી ઠેકી ઠરડાયું મન,
નિશ્ચલ, ચંચલ હરણ મળે છે.
ક્ષણે ક્ષણે ઊંડું ઊતરતું,
કાળ રહિત કો કળણ મળે છે.
પરશુની ધારે કોરેલું,
ગૌમુખી ગોકરણ મળે છે.
ખુદને ખુદનું શરણ મળે છે,
એકાકી અવતરણ મળે છે.
મે ૨૦૦૭
4 Comments
પ્રિય પંચમભાઈ,
આપના બ્લૉગને પુનઃ કાર્યાંવિત થયેલો જોઈ ખૂબ આનંદ થયો… આશા રાખું કે હવે આ સફર ફરી ક્યાંક નહીં જ અટકે…
શુભેચ્છાઓ…
પરશુની ધારે કોરેલું,
ગૌમુખી ગોકરણ મળે છે.
સ-રસ… સુંદર રચના!
tarya vagar pan taran male છ્e,
sumiran sumiran smaran male છ્e !
ek maro umero karu ?
marya vagar pan maran male છ્e !
પ્રેમ કરો તો
પરમેશ્વર મળે છે.
Post a Comment